Home Religious શ્રાવણ મહિનો ક્યારથી થશે શરૂ, કેટલા શ્રાવણી સોમવાર આવશે તે તારીખ સહિતની...

શ્રાવણ મહિનો ક્યારથી થશે શરૂ, કેટલા શ્રાવણી સોમવાર આવશે તે તારીખ સહિતની માહિતી જાણો

Shravan Month 2025: પવિત્ર શ્રાવણ મહિનાની ટૂંક સમયમાં શરૂઆત થવા જઈ રહી છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ મહત્વ ધરાવે છે. આ મહિનામાં ભગવાન શિવને સમર્પિત હોય છે.

એવી માન્યતા છે કે શ્રાવણ મહિનો દેવોના દેવ મહાદેવને ખૂબ જ પ્રિય છે. આ મહિનમાં મહાદેવ અને માતા પાર્વતીની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવાથી ઇચ્છિત ફળ મળે છે અને જીવનની અનેક સમસ્યા દૂર થાય છે.

ગુજરાતમાં શ્રાવણ મહિન ક્યારથી શરૂ થાય છે (When does the month of Shravan start in Gujarat)
જો ગુજરાતની વાત કરીએ તો ભગવાન શિવને સમર્પિત પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત 25મી જુલાઈ 2025ના રોજથી થવાની છે અને 23મી ઓગસ્ટ અને ગુરુવારના દિવસે આ પવિત્ર મહિનાની પૂર્ણાવૃતિ થશે.

કુલ કેટલા અને ક્યારે સોમવાર આવશે
આ વખતે શ્રાવણ મહિનામાં કૂલ 4 સોમવાર આવશે. અને ભગવાન શિવના ભક્તો આ દિવસે ઉપવાસ તથા ખૂબ જ શ્રદ્ધાથી ઉપાસના કરશે. કઈ તારીખે શ્રાવણ મહિનાના સોમવાર આવે છે તેની વાત કરીએ તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર 38મી જુલાઈના રોજ આવે છે. ત્યારબાદ શ્રાવણ સોમવાર 4 ઓગસ્ટ, 11 ઓગસ્ટ તથા 18 ઓગસ્ટના રોજ સોમવારનું વ્રત રાખી શકાશે.

ગુજરાતમાં ખાસ કરીને સોમનાથ જ્યોર્તિ લિંગ આવેલ છે આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ભગવાન શિવના મંદિરો ખાતે જઈ પૂજા પાઠ કરે છે. ભગવાનને બિલિપત્ર, ધતુરો, દૂધ તથા જળનો અભિષેક કરે છે. આ ઉપરાંત દાન-દક્ષિણા પણ આપવામાં આવે છે.