Sleeping Prince: સાઉદી અરેબિયા(Saudi Arabia)ના સ્લીપિંગ પ્રિન્સ(Sleeping Prince) તરીકે જાણીતા પ્રિન્સ અલ-વલીદ બિન ખાલેદ(Prince Al-Waleed bin Khaled) બિન તલાલએ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધી છે. તેમનું અવસાન 36 વર્ષની ઉંમરે થયું છે.
ખાસ વાત એ છે કે તેમણે પોતાના જીવનના 20 વર્ષ કોમામાં વિતાવ્યા હતા. હવે તેમના પરિવારે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે.
Statement On the Passing of Prince Alwaleed bin Khaled bin Talal Al Saud pic.twitter.com/st19kxb7lC
— Global Imams Council (GIC) (@ImamsOrg) July 19, 2025
15 વર્ષની ઉંમરે થયો અકસ્માત, તે બે દાયકા સુધી કોમામાં રહ્યા
વર્ષ 2005માં જ્યારે તેઓ 5 વર્ષનો હતા અને લશ્કરી કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક માર્ગ અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ પછી તેઓ કોમામાં જતા રહ્યા હતા. ત્યારથી અત્યાર સુધી પૂરા 20 વર્ષ સુધી તેઓ કોમામાં રહ્યા હાત. તેમને રિયાધના કિંગ અબ્દુલઅઝીઝ મેડિકલ સિટીમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
કોમામાં હતા ત્યારે તેમણે પોતાનો 36મો જન્મદિવસ ઉજવ્યો
તાજેતરમાં તેમનો 36મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. તેમના પરિવારે ક્યારેય આશા છોડી ન હતી અને અલ-વલીદ, જેને સ્લીપિંગ પ્રિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને પુનર્જીવિત કરવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ કોઈ સફળતા મળી ન હતી.
પિતાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી
તેમના પિતા પ્રિન્સ ખાલિદ બિન તલાલે સોશિયલ મીડિયા પર કુરાનની એક આયત શેર કરીને તેમના દીકરાના મૃત્યુની માહિતી આપી. તેમણે લખ્યું ‘હે શાંત આત્મા, તમારા પ્રભૂ પાસે પાછા ફરો, જે તમારાથી પ્રસન્ન છે. મારા સદાચારી બંદાઓ સાથે જોડાઈ જાઓ અને મારા સ્વર્ગમાં પ્રવેશ કરો.’