Home National TATA Group એર ઇન્ડિયા પ્લેન ક્રેશના પીડિતો માટે રૂપિયા 500 કરોડના વેલ્ફેર...

TATA Group એર ઇન્ડિયા પ્લેન ક્રેશના પીડિતો માટે રૂપિયા 500 કરોડના વેલ્ફેર ટ્રસ્ટની સ્થાપના કરશે

Photo credit: તસવીરઃBloomberg

Tata Group Welfare Trust: ટાટા ગ્રુપ (Tata Group) શુક્રવારે જાહેરાત કરી હતી કે તેણે 12મી જૂને અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના(Air India plane Crash)માં ભોગ બનેલા લોકોના પરિવારો માટે રૂપિયા 500 કરોડનું વેલ્ફેર ટ્રસ્ટ(welfare trust) સ્થાપવાની જાહેરાત કરી છે.

‘AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ’નું મુંબઈમાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.એર ઇન્ડિયાએ જાહેરાત કરી હતી કે તે ગ્રુપ હોલ્ડિંગ કંપની ટાટા સન્સ દ્વારા જાહેર કરાયેલી રૂપિયા એક કરોડના વળતર ઉપરાંત રૂપિયા 25 લાખનું વચગાળાનું વળતર આપશે.

4 જુલાઈના રોજ એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે તેણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લગભગ ત્રીજા ભાગના પીડિતોના પરિવારોને વળતર ચૂકવી દીધું છે.

અમારી ટીમો પરિવારોને વચગાળાનું વળતર મેળવવામાં મદદ કરી રહી છે. દરેક અસરગ્રસ્ત પરિવારને એર ઇન્ડિયાના પ્રતિનિધિ દ્વારા સીધી મદદ કરવામાં આવી રહી છે, જે પૈકી ઘણા પરિવારને અગાઉથી જ ચુકવણી મળી ગઈ છે અથવા અંતિમ તબક્કામાં છે, એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને એરલાઇનના કર્મચારીઓને એક ઈન્ટર્નલ પોસ્ટમાં જણાવ્યું હતું.