Home Business રાષ્ટ્રપતિ ટ્રમ્પ બાદ NATOની ધમકી; રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદશો તો ભારત...

રાષ્ટ્રપતિ ટ્રમ્પ બાદ NATOની ધમકી; રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદશો તો ભારત સહિત આ દેશો પર લગાવશું જંગી ટેરિફ!

Nato Warns India China Brazil: એક બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) વિશ્વના તમામ દેશો પર પોતાના ટેરિફ બોમ્બ ફોડી રહ્યા છે તો બીજી તરફ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે ટેરિફનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો છે.

સોમવારે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 50 દિવસમાં યુક્રેન સાથે યુદ્ધ બંધ કરવા અંગે ધમકી આપી હતી કે યુદ્ધ બંધ નહીં કરે તો ભારે ટેરિફનો સામનો કરવો પડશે, જેનો રશિયા તરફથી જોરદાર જવાબ મળ્યો હતો. હવે નાટોએ રશિયા સાથે વેપાર કરતા દેશોને ચેતવણી આપી છે કે જો તેઓ તેની સાથે વેપાર ચાલુ રાખશે તો તેમને 100 ટકા ટેરિફનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં વેપાર યુદ્ધ(Trade War)નો ભય ફરી એકવાર ઘેરો બની રહ્યો છે, કારણ કે તેની સીધી અસર ચીન, બ્રાઝિલ અને ભારત જેવા દેશો પર પડી શકે છે.

US સેનેટરો સાથેની બેઠક દરમિયાન નાટો ((NATO Warning) સેક્રેટરી જનરલ માર્ક રુટેએ જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન (Russia-Ukraine War)વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે દેશો રશિયા પાસેથી ઓઈલ અને ગેસની આયાત કરવાનું ચાલુ રાખે છે તેમને ગંભીર પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે અને તેમના પર 100% સુધીનો ટેરિફ લાદવામાં આવી શકે છે. રૂટે ખાસ કરીને ભારત, ચીન અને બ્રાઝિલને રશિયા સાથેના તેમના વર્તમાન વેપાર અંગે ચેતવણી આપી છે.

માર્ક રુટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો મોસ્કોમાં બેઠેલી વ્યક્તિ યુક્રેન સાથે યુદ્ધ બંધ કરવાની સલાહને ગંભીરતાથી નહીં લે તો તેને આર્થિક રીતે અલગ કરવા માટે કડક ટેરિફ લાદવામાં આવશે. તેમણે કહ્યું કે તમે બેઇજિંગમાં રહો છો કે દિલ્હીમાં કે પછી બ્રાઝિલના રાષ્ટ્રપતિ છો તમારે આ વાત પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે જો આવું થશે તો તમે ત્રણેય જ સૌથી વધુ પ્રભાવિત થશો. આ સાથે નાટો મહાસચિવે ત્રણ દેશને શાંતિ વાટાઘાટો માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin)ને ગંભીરતાથી સમજાવવા માટે પ્રયાસો કરવાની અપીલ પણ કરી છે.