Home National ફૌજા સિંહ હિટ એન્ડ રન કેસમાં NRIની ધરપકડ; ફોર્ચ્યુનથી ટક્કર માર્યાં બાદ...

ફૌજા સિંહ હિટ એન્ડ રન કેસમાં NRIની ધરપકડ; ફોર્ચ્યુનથી ટક્કર માર્યાં બાદ ગામે ગામ ભાગતો ફરતો હતો આરોપી

  • આરોપી અમૃતપાલ તાજેતરમાં કેનેડાથી પરત ફર્યો હતો
  • તેને ખબર ન હતી કે તે વૃદ્ધ માણસ ફૌજા સિંહ હતા

Fauja Singh Hit And Run Accident Case:ગ્રામીણ પોલીસે 14 વર્ષના મેરેથોન દોડવીર ફૌજા સિંહ(Fauja Sing) સાથે સંકળાયેલા હિટ એન્ડ રન (Hit And Run) કેસનો ઉકેલ માત્ર 30 કલાકમાં જ લાવી દીધો છે. મંગળવારે મોડી રાત્રે પોલીસે 30 વર્ષના NRI અમૃતપાલ સિંહ ધિલ્લોનની ધરપકડ કરી છે અને ગુનામાં વપરાયેલી ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમૃતપાલને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી હતી જે દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

આરોપીએ કહ્યું કે તે મુકેરિયાથી ફોન વેચીને પાછો ફરી રહ્યો હતો અને જ્યારે તે બિયાસ પિંડ નજીક પહોંચ્યો ત્યારે એક વૃદ્ધ વ્યક્તિને તેની કારે ટક્કર મારી દીધી. તેને ખબર ન હતી કે તે વૃદ્ધ માણસ ફૌજા સિંહ હતા. મોડી રાત્રે મીડિયામાં સમાચાર આવ્યા ત્યારે તેમને અકસ્માતની ગંભીરતાનો અહેસાસ થયો.

પોલીસે કરતારપુરથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી અમૃતપાલ સિંહ ધિલ્લોન જલંધરના કરતારપુરના દાસુપુર ગામનો રહેવાસી છે. અકસ્માત પછી તે જાલંધર ન આવ્યો પણ ગામડાં ગામડાં થઈને સીધો કરતારપુર ગયો હતો. પોલીસે તેને કરતારપુર સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી હતી.

અમૃતપાલ તાજેતરમાં કેનેડાથી પરત ફર્યો હતો
એસએસપી હરવિંદર સિંહ વિર્કના નિર્દેશ પર રચાયેલી પોલીસ ટીમે પહેલા શંકાસ્પદ વાહનોની યાદી તૈયાર કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે વાહન કપૂરથલાના અથૌલી ગામના વરિન્દર સિંહના નામે નોંધાયેલું હતું. વરિંદરે જણાવ્યું કે તેણે આ કાર NRI અમૃતપાલ સિંહને વેચી હતી. અમૃતપાલ તાજેતરમાં કેનેડાથી પરત ફર્યો હતો.