Home Business નોકરીયાત વર્ગ માટે રાહતના સમાચાર, ઘર ખરીદવા PF ફંડમાંથી ઉપાડી શકાશે 90...

નોકરીયાત વર્ગ માટે રાહતના સમાચાર, ઘર ખરીદવા PF ફંડમાંથી ઉપાડી શકાશે 90 ટકા સુધીનું ભંડોળ

New PF Withdrawal Rules:સરકારે તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિ-(Employee Provident Fund) (EPF) ઉપાડને લગતા નિયમોમાં સુધારો કર્યો છે, જેનાથી ઘર ખરીદવા માંગતા પગારદાર વ્યક્તિઓ માટે PFના પૈસા ઉપાડવાનું સરળ બન્યું છે.

EPF યોજના 1952ના નવા પેરા 68-PD મુજબ હવે EPFO સભ્યો તેમના ઘરની જરૂરિયાતો માટે તેમના EPF ભંડોળના 90 ટકા સુધી ઉપાડી શકે છે. આ રકમનો ઉપયોગ નવું ઘર ખરીદવા,ઘર બનાવવા અથવા EMI ચૂકવવા માટે થઈ શકે છે.

આ એક મોટો ફેરફાર છે
હવે ખાતાધારક ખાતું ખોલ્યાની તારીખથી 3 વર્ષ પૂરા થયા પછી ઉપાડી શકે છે. અગાઉ ખાતું ખોલ્યાના 5 વર્ષ પછી જ ઉપાડ શક્ય હતો. પહેલા ઘર ખરીદવા માટે ફક્ત 36 મહિના માટે પીએફ ઉપાડી શકાતું હતું, પરંતુ હવે આમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને તેને હવે 90% સુધી વધારી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત, PF ઉપાડને સરળ બનાવવા માટે અન્ય મહત્વપૂર્ણ ફેરફારો પણ કરવામાં આવ્યા છે.

તાત્કાલિક ઉપાડ (Instant Withdrawal)
જૂન 2025 થી EPFO સભ્યો UPI અને ATM દ્વારા કટોકટીની જરૂરિયાતો માટે તાત્કાલિક કેશબેક મેળવી શકે છે. લાખ રૂપિયા સુધી ઉપાડી શકાય છે.
ઓટો સેટલમેન્ટ મર્યાદામાં વધારો
PFની ઓટો સેટલમેન્ટ મર્યાદા રૂપિયા 1 લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરવામાં આવી છે.

ક્લેમ પ્રોસેસ સરળ(Claim process easy)

  • દાવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે, ચકાસણી માપદંડ 27થી ઘટાડીને 18 કરવામાં આવ્યા છે. 95% કેસોમાં દાવાની પતાવટ 3-4 દિવસમાં થઈ રહી છે.
  • શિક્ષણ, તબીબી સારવાર અને લગ્ન માટે સરળ ઉપાડ
  • રોજિંદા જરૂરિયાતો માટે પીએફ ઉપાડવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે.