Home Business 8th Pay Commission: 8માં પગાર પંચમાં ક્યારે વધશે સરકારી કર્મચારીઓના પગાર; આ...

8th Pay Commission: 8માં પગાર પંચમાં ક્યારે વધશે સરકારી કર્મચારીઓના પગાર; આ અંગે આવ્યું અપડેટ

8th Pay Commission:8મું પગાર પંચ(8th Pay Commission) લાખો કર્મચારીઓ અને પેન્શનરો(Pensioners)ને મોટી રાહત આપી શકે છે. નવા પગાર પંચના અમલીકરણ સાથે જ પગાર, પેન્શન અને ભથ્થામાં સારો વધારો થવાની અપેક્ષા છે. કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં જ 8મા પગાર પંચની જાહેરાત કરી હતી.

જોકે તેના અધ્યક્ષ, સભ્યો અને સંદર્ભની શરતો(ToR)ની નિમણૂક હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. જ્યારે આ કમિશન સંપૂર્ણ રીતે રચાશે અને તેની ભલામણો આપશે ત્યારે 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ મળશે. એટલે કે ત્યારે જ કેન્દ્ર સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. આ માટે હજુ 15 થી 18 મહિના લાગી શકે છે.

8મું પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે?
અહેવાલ પ્રમાણે 8મા પગાર પંચની ભલામણો 2025ના અંત સુધીમાં સબમિટ કરી શકાય છે. જોકે આ જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે. જો કે આ ત્યારે જ શક્ય બનશે જો કમિશન સમયસર તેનો અહેવાલ રજૂ કરે અને સરકાર તેને મંજૂરી આપે.

પગાર કેટલો વધશે?
કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27માં આ ભલામણોનો અમલ કરી શકે છે. તેના અમલીકરણ પછી શક્ય છે કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં 30-34%નો વધારો થઈ શકે છે. આ વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે.