Home Uncategorized Viral Video: જંગલ વચ્ચેથી પસાર થતી કારને હાથીઓના ઝૂંડે અટકાવી, આશ્ચર્ય સર્જતો...

Viral Video: જંગલ વચ્ચેથી પસાર થતી કારને હાથીઓના ઝૂંડે અટકાવી, આશ્ચર્ય સર્જતો આ વાયરલ વીડિયો જુઓ

Elephants Viral Video: હાથીઓ(Elephants)ને જંગલમાં સૌથી સમજદાર જાનવર માનવામાં આવે છે. જે મોટાભાગે ઝૂંડમાં રહેવાનું પસંદ કરે છે. જો ઝૂંડમાં કોઈ સભ્યને મુશ્કેલી આવી પડે તો સંપૂર્ણ ઝૂંડ તેને મદદ કરવા લાગે છે.

હાથીઓ કોઈ કારણ વગર કોઈને પરેશાન કરતાં નથી. પણ કોઈ તેમના વિસ્તારમાં અતિક્રમણ કરવાનો પ્રયત્ન કરે તો ગુસ્સો દેખાડે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ ( (Viral Video)થઈ રહ્યો છે.

જેમાં જંગલ વચ્ચેથી પસાર થતા માર્ગ પર એક કારને હાથીઓના ઝૂંડે ઓચિંતા જ રોકી હતી. રિટાયર્ડ IFS અધિકારી સુસંતા નંદા દ્વારા સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો.