Italy Qualified For T20 World Cup: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે, જેનું આયોજન ભારત અને શ્રીલંકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઇટાલી ( Italy) પણ આ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય (Qualified) થઈ ગયું છે. યુરોપિયન ક્વોલિફાયર દ્વારા આ મેગા ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે.
ઇટાલિયન ટીમ પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપ (Cricket World Cup)માં ભાગ લેશે. ઇટાલીની સાથે નેધરલેન્ડ્સની ટીમ પણ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ છે. નેધરલેન્ડ અને ઇટાલી 2026ના T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનારી અનુક્રમે 14મી અને 15મી ટીમ છે.

યજમાન દેશો ભારત અને શ્રીલંકા ઉપરાંત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, USA, વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને કેનેડાને પણ આ ટુર્નામેન્ટ માટે પ્રવેશ મળ્યો હતો.
બાકીની 5 ટીમોનો નિર્ણય હજુ બાકી છે. 2 ટીમો આફ્રિકા ક્વોલિફાયર (19 સપ્ટેમ્બર-4 ઓક્ટોબર) અને 3 ટીમ એશિયા-EAP ક્વોલિફાયર (1-17 ઓક્ટોબર) દ્વારા મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં પહોંચશે.