Home International H-1B વિઝા હોલ્ડર્સે હવે આપવી પડશે વધારે ફી, અમેરિકાના આ પગલાંથી ભારતીયોની...

H-1B વિઝા હોલ્ડર્સે હવે આપવી પડશે વધારે ફી, અમેરિકાના આ પગલાંથી ભારતીયોની વધી શકે છે મુશ્કેલ

US H 1B Visa Fee:અમેરિકા જવા ઈચ્છતા ભારતીયો માટે ટૂંક સમયમાં જ વિઝાને લગતા ખર્ચમાં મોટો વધારો થાય તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(President Donald Trump) તાજેતરમાં જ લાગુ કરવામાં આવેલ વન બિગ બ્યુટીફુલ અધિનિયમ (One Big Beautiful Act) અંતર્ગત આગામી વર્ષથી મોટાભાગના બિન નિવાસી કેટેગરીના વિઝાની ફી (visa fee)માં મોટો વધારો કરવામાં આવી રહ્યો છે.

હવે અમેરિકામાં પર્યટન, અભ્યા અથવા નોકરી માટે જવા ઈચ્છનારાઓને 250 ડોલર એટલે કે આશરે રૂપિયા 21400 વિઝા ઈન્ટેગ્રિટી ફિ (Visa Integrity Fee) લગાવવામાં આવશે. બિઝનેસ ટુડેના એક અહેવાલમાં આ ચાર્જીસ અંગે માહિતી આપવામાં આવી છે. ટ્રમ્પનો નવો કાયદો H-1B (Work), B-1/B-2 (ટુરિસ્ટ/બિઝનેસ), F અને M (સ્ટુડેન્ટ) તથા અન્ય હંગામી વિઝા કેટેગરી પર લાગુ થાય છે. ફક્ત રાજનયિક વિઝાને જ તેમાં છૂટ આપવામાં આવી છે.

ભારતીયો પર શું અસર થશે
વર્ષ 2026થી અમેરિકા માટે વિઝા એપ્લિકેશન કરનારા ભારતીય પર્યટકો માટે ખર્ચમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળશે. જોકે, નિયત વિઝા એપ્લિકેશન ચાર્જીસમાં કોઈ ફેરફાર નહીં હોય. અલબત તે 185 ડોલર છે. આમ છતાં અનેક નવા ચાર્જીસ લાગૂ કરવામાં આવી રહ્યા છે.

અરજદારોને 250 ડોલરના વિઝા ઈન્ટેગ્રીટી ચાર્જીસ ઉપરાંત 24 ડોલરના I-94 અધિભાર પણ ચુકવવો પડશે. I-94 ફિનો ઉપયોગ સરહદ પર એન્ટ્રી ટ્રેકિંગ સંબંધિત ખર્ચને કવર કરવા માટે થશે. આ ઉપરાંત ESTA અથવા EVUSનો ઉપયોગ કરનારા યાત્રીઓ માટે ક્રમશઃ 13 ડોલર અને 30 ડોલરનો વધારાનો ચાર્જીસ લાગશે.