Home Gujarat ગુજરાત પર મેઘ મહેર; સરેરાશ 47 ટકાથી વધુ વરસાદ થયો, 207 જળાશયમાં...

ગુજરાત પર મેઘ મહેર; સરેરાશ 47 ટકાથી વધુ વરસાદ થયો, 207 જળાશયમાં 54 ટકા પાણીનો સંગ્રહ, કચ્છમાં નોંધાયો સૌથી વધુ વર્ષા

Photo credit: સરદાર સરોવરમાં અત્યારે તેની કૂલ જળ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણી ઉપલબ્ધ બની ગયું છે

  • ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કચ્છ (Kutch)માં સરેરાશ 57 ટકા વરસાદ થયો છે
  • ગત 11 જુલાઈ,2024ના રોજ રાજ્યના 207 જળાશયોમાં 39.55 ટકા પાણીનો સંગ્રહ હતો

Monsoon In Gujarat:સમગ્ર ગુજરાત (Gujarat) રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Monsoo)ને લીધે સરદાર સરોવર (Sardar Sarovar) સહિત 207 જળાશયોમાં તેમની કૂલ જળ સંગ્રહ શક્તિ (Water Storage Capacity)ના 54 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. આ સાથે ગુજરાતની જીવાદોરી સમાન એવા સરદાર સરોવરમાં અત્યારે તેની કૂલ જળ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણી ઉપલબ્ધ બની ગયું છે.

જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 47 ટકાથી વધુ વરસાદ થઈ ચુક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એટલે કે 11 જુલાઈ,2024ના રોજ રાજ્યના 207 જળાશયોમાં 39.55 ટકા પાણીનો સંગ્રહ થયો હતો.આમ ગયા વર્ષની તુલનામાં આ આવર્ષે આશરે 15 ટકા વધારે પાણીનું ઉપલબ્ધ બની ગયું છે.

મધ્ય ગુજરાતના 17 જળાશયમાં સૌથી વધુ 62.83 ટકા જળ સંગ્રહ
મધ્ય ગુજરાતના 17 જળાશયમાં સૌથી વધુ 62.83 ટકા જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 62.37 ટકા જળ સંગ્રહ, કચ્છના 20 જળાશયોમાં 56.07 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 55.67 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 46.79 ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આમ સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 56.76 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે.

ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ વરસાદ કચ્છમાં થયોKutch Received Highest Average Rainfall In Gujarat
રાજ્યમાં હાલમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કચ્છ (Kutch)માં સરેરાશ 57 ટકા, દક્ષિણ ગુજરાતમાં 52.18 ટકા, સૌરાષ્ટ્રમાં 47.01 ટકા, પૂર્વ મધ્યમાં 45.90 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 42.08 ટકા સરેરાશ વરસાદ થયો છે.

જેના પરિણામે રાજ્યના 24 જળાશયો 100 ટકાથી વધુ, 54 જળાશયો 70 થી 100 ટકાની વચ્ચે, 44 જળાશયો 50 થી 70 ટકાની વચ્ચે જ્યારે 40 જળાશયો 25 થી 25 ટકાની વચ્ચે ભરાયા છે. જેથી રાજ્યના 38 જળાશયો માટે હાઈ એલર્ટ, 20 જળાશયો એલર્ટ જ્યારે 20 જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે રાજ્યમાં હાલની સ્થિતિએ વડોદરા જિલ્લામાં બે સ્ટેટ હાઈવે અને છોટાઉદેપુર તાલુકામાં માત્ર એક નેશનલ હાઈવે સિવાય બાકીના તમામ રોડ રસ્તા ચાલુ છે.