- યાદીમાં 12 ભારતીય, 11 ઈઝરાયેલી તથા 11 તાઈવાનના મૂળના નાગરિકનો સમાવેશ
Forbes 2025 Indian Immigrant Billionaires: ફોર્બ્સ (Forbes List) દ્વારા જાહેર કરવામાં આવેલી ‘અમેરિકાના સૌથી સમૃદ્ધ ઈમિગ્રન્ટ્સ 2025 (America’s Richest Immigrants 2025)’ની 125 વ્યક્તિની યાદીમાં 12 ભારતીય મૂળના નાગરિકનો સમાવેશ થાય છે. આ યાદી પ્રમાણે સાઈબર સિક્યુરિટીના દિગ્ગજ અને Zscalerના CEO જય ચૌધરી અમેરિકા(Jay Chaudhry)માં સૌથી સમૃદ્ધ ભારતીય-અમેરિકી(Indian-American) વ્યક્તિ છે. જેમની કૂલ સંપત્તિ 17.90 અબજ ડોલરથી વધારે છે.
ફોર્બ્સ 2025 અહેવાલ (Forbes 2025 Report)
ફોર્બ્સ 2025ના અહેવાલ પ્રમાણે આ વર્ષની યાદીમાં ગુગલ (Google) પેરેન્ટ કંપની અલ્ફાબેટના CEO સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના વડા સત્ય નડેલા અને પાલો ઓલ્ટો નેટવર્ક્સના CEO નિકેશ અરોડાનો સમાવેશ થાય છે. અલબત સૌથી વધારે ચર્ચા તો 65 વર્ષના જય ચૌધરીની છે, જેમણે અમેરિકામાં જઈને સાઈબર સિક્યોરિટી કંપની Zscalerની સ્થાપના કરી અને આજે તેમની સંપત્તિ 17.9 અબજ ડોલર છે.
ભારતીયોની સંખ્યા ઈઝરાયલ, ચીન કરતાં વધારે (number of Indians is more than Israel, China)
ફોર્બ્સની આ યાદીમાં 12 ભારતીય, 11 ઈઝરાયેલી તથા 11 તાઈવાનના મૂળના નાગરિકનો સમાવેશ થયો છે. જ્યારે 9 જેટલા ચીની મૂળના નાગરિકનો સમાવેશ થાય છે.
ક્રમાંક | નામ | સંપત્તિ (અબજ ડોલરમાં) | સેક્ટર/કંપની |
---|---|---|---|
1 | જય ચૌધરી | 17.9 | સિક્યોરિટી સોફ્ટવેર (Zscaler) |
2 | વિનોદ ખોસલા | 9.2 | સન માઈક્રોસિસ્ટમ્સ, વેન્ચર કેપિટલ |
3 | રાકેશ ગંગવાલ | 6.6 | એરલાઈન |
4 | રમેશ ટી.વાધવાણી | 5.0 | સોફ્ટવેર |
5 | રાજીવ જૈન | 4.8 | ફાયનાન્સ |
6 | કવિતાર્ક રામ શ્રીરામ | 3.0 | ગૂગલ, વેન્ચર કેપિટલ |
7 | રાજ સરદાના | 2.0 | ટેકનોલોજી સર્વિસિસ |
8 | ડેવિડ પોલ | 1.5 | મેડિકલ ડિવાઈસિસ |
9 | નિકેશ અરોડા | 1.4 | સાઈબર સિક્યોરિટી, સોફ્ટબેન્ક, ગુગલ |
10 | સુંદર પિચાઈ | 1.1 | અલ્ફાબેટ |
11 | સત્ય નડેલા | 1.1 | માઈક્રોસોફ્ટ |
12 | નીરજા સેઠી | 1.0 | આઈટી કન્સલ્ટીંગ |
ઇલોન મસ્ક સૌથી સમૃદ્ધ ઈમિગ્રન્ટ (Elon Musk is the richest immigrant)
ઇલોન મસ્ક (Elon Musk)નો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો અને કોલેજ સ્ટુડેન્ટ તરીકે કેનેડાથી અમેરિકા આવ્યો હતો. ફોર્બ્સ પ્રમાણે ગૂગલના સહ-સ્થાપક સેર્ગેઈ બ્રિન(Sergey Brin) બીજા સૌથી ધનિક ઇમિગ્રન્ટ છે, જેમની પાસે અંદાજે $139.7 બિલિયનની સંપત્તિ છે. અમેરિકા (અને વિશ્વ)ના 10 સૌથી ધનિક લોકોમાંથી ત્રણ ઇમિગ્રન્ટ્સ છે.