- વર્ષ 1980થી અત્યાર સુધીમાં એરપોર્ટ 13.6 મીટર નીચે ધસી ગયું છે
Japan Kansai Island Airport:જાપાન (Japan)ની ટેકનોલોજીને જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત છે.જાપાને ઓસાકા ખાડીમાં બે કૃત્રિમ(Artificial) દ્વીપનું નિર્માણ કર્યું હતું. આ દ્વીપ પર જાપાને કન્સાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Kansai International Airport)નું નિર્માણ કર્યું હતું, જેને એન્જિનિયરીંગની કમાલ માનવામાં આવતી હતી. જોકે હવે આ એરપોર્ટ સમુદ્રમાં ડૂબી રહ્યું છે.
એરપોર્ટનો ભાગ સતત ધરાસાઈ થઈ રહ્યો છે અને ઓસાકા ખાડીમાં ડૂબી રહેલ છે. જાપાન આ એરપોર્ટને વધુ નુકસાન થવાથી બચાવવા સતત પ્રયાસો કરી રહ્યુ છે.ધ સ્ટ્રેટ્સ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે જાપાનમાં બનેલ આ કૃત્રિમ દ્વીપનો આશરે 3.84 મીટર ભાગ તૂટી ગયો છે.

13.6 મીટર નીચે ધસી ગયું
આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 1980થી અત્યાર સુધીમાં એરપોર્ટ 13.6 મીટર નીચે ધસી ગયું છે. સમુદ્રનું વધી રહેલું દબાણ તેને નીચેની બાજુ ખસેડી રહ્યું છે.
વર્ષ 2024માં એવોર્ડ મળ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે કંસાઈ એરપોર્ટ છેલ્લા 10 વર્ષથી પણ વધારે સમયમાં કોઈ બેગેજીસ લોસ એટલે કે સામાન ગૂમ નહીં થવાનો રેકોર્ડ ધરાવે છે અને વર્ષ 2024માં તેને વિશ્વનો બેસ્ટ લગેજ હેન્ડલિંગ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
વર્ષ 2018ના ટાઈફૂન જેબી વાવાઝોડા દરમિયાન અહીં ભારે પૂર આવ્યું હતું અને એરપોર્ટને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યો હતો. જેને પગલે તેની ભૌગોલિક નબળાઈ જાહેર થઈ હતી. હવે એન્જિનિયર સતત એરપોર્ટને સ્થિર કરવા માટે કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 150 મિલિયન ડોલરથી વધારે રકમ સમુદ્રી દિવાલોને મજબૂત કરવા અને પાણીના દબાણને ઓછું કરવા માટે વર્ટિકલ સેન્ડ ડ્રેન સિસ્ટમ પર ખર્ચ કરવામાં આવ્યો છે.