- આ ફ્લાઈટમાં તમામ 238 યાત્રી અને 15 ક્રુ મેમ્બરનું મોત થયું હતું.
Russia Shot Down Flight: યુરોપની હ્યુમન રાઈટ કોર્ટ (Europe’s top human rights court)એ એક મહત્વનો ચૂકાદો આપતા સ્પષ્ટપણે કહ્યું છે કે વર્ષ 2014માં મલેશિયા એરલાઈન્સ (Malaysian Airlines)ની ફ્લાઈટ MH17ને રશિયા(Russia) દ્વારા તોડી પાડવામાં આવી હતી.
આ ફ્લાઈટમાં તમામ 238 યાત્રી અને 15 ક્રુ મેમ્બરનું મોત થયું હતું. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સના ન્યાયમૂર્તિએ કીવ અને નેધર્લેન્ડ દ્વારા રજૂ કરવામાં આવેલ અન્ય કેસમાં પણ રશિયા સામે ચૂકાદો આપ્યો છે, જેમાં મોસ્કો પર એક દાયકાથી વધારે જૂના યુક્રેનમાં અત્યાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
એત્રે ઉલ્લેખનીય છે કે એમ્સ્ટર્ડમથી કુઆલાલંપુર (Amsterdam to Kuala Lumpur) જતી મલેશિયા એલાઈન્સનું બોઈંગ 777 મોડલનું પ્લેન 17 જુલાઈ 2014ના રોજ પૂર્વી યુક્રેનથી મિસાઈલ છોડી તોડી પાડવામાં આવ્યું હતું. તે સમયે પૂર્વી મોસ્કો પ્રત્યે વફાદારી ધરાવતા અલગતાવાદી વિદ્રોહિયોનું પ્રભૂત્વ હતું. આ વિમાન તોડી પાડવા માટે જે બુક મિસાઈલનો ઉપયોગ કરવામાં આવેલો તે રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી.
ECHR એ ચુકાદો આપ્યો હતો કે રશિયા આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં, માહિતી માટે વિનંતીના આધારે સહકાર આપવામાં અથવા તો બચી ગયેલા લોકો માટે કાયદાકીય ઉપાયો પૂરા પાડવામાં નિષ્ફળ ગયું છે.