Photo credit: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વખત વિવિધ દેશો પર ટેરિફને લગતી જાહેરાત કરી રહ્ય છે
Tariff On BRICS Countries: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) જાહેરાત કરી છે કે ભારત અને અન્ય તમામ બ્રિક્સ દેશો (BRICS Countries) પર 10 ટકા વધારાનો ટેરિફ (Tariff) લગાવવામાં આવશે. આ સાથે તેમણે એવો આરોપ મુક્યો હતો કે બ્રિક્સ દેશો અમેરિકી ચલણ ડોલર (US Currency Dollar)ને નબળો પાડવા માટે સતત કામ કરી રહ્યા છે.
ભારતે પણ આપવો પડશે 10 ટકા ટેરિફ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે ‘બ્રિક્સે પણ ખૂબ જ ટૂંકા ગાળામાં 10 ટકા ટેરિફ આપવો પડશે, અને જો ભારત બ્રિક્સનો ભાગ છે તો તેણે પણ ટૂંક સમયમાં બ્લોક પર લગાવવામાં આવનાર 10 ટકા વધારાના ટેરિફની ચુકવણી માટે તૈયાર રહેવું પડશે.
ભારત અપવાદરૂપ નહીં હોય
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વડપણ હેઠળ યોજાયેલ કેબિનેટ બેઠક દરમિયાન તેમણે ચેતવણી આપી હતી કે બ્રિક્સને ખૂબ જ ટૂંકા ગાળામાં 10 ટકા ટેરિફમાં વૃદ્ધિ થતી જોવા મળશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અમેરિકાના અત્યંત મહત્વના વ્યાપારીક ભાગીદાર ભારત પર શું ટેરિફ લાદવામાં આવશે, તે અંગે ટ્રમ્પે કહ્યું કે બ્રિક્સનો ભાગ હોવાના નાતે નવી દિલ્હી કોઈ અપવાદ નહીં હોય.
જો ભારત બ્રિક્સમાં છે તો તેણે પણ 10 ટકા ટેરિફની ચુકવણી કરવી પડશે. કારણ કે બ્રિક્સની સ્થાપના જ અમેરિકાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવી હતી.