Home Religious ગુરુ પૂર્ણિમાના દિવસે આ 4 રાશીના જાતકો માટે છે ખાસ દિવસ, ધન...

ગુરુ પૂર્ણિમાના દિવસે આ 4 રાશીના જાતકો માટે છે ખાસ દિવસ, ધન રાશીમાં રહેલો ચંદ્ર અપાવશે ખૂબ જ લાભ

  • આ દિવસે ચંદ્રમા ગુરુ ગ્રહની રાશી ધનમાં બિરાજમાન રહેશે.

Zodiac On Guru Purnima: અષાઢ મહિના (Ashadh Month)ની પૂર્ણિમા તિથિને ગુરુ પૂર્ણિમા(Guru Purnima) નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે ઋષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો. વર્ષ 2025માં ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ ઉજવવામાં આવશે.

આ દિવસે ચંદ્રમા ગુરુ ગ્રહની રાશી ધનમાં બિરાજમાન રહેશે. ચંદ્રની આ સ્થિતિને લીધે કેટલીક રાશીઓ (zodiac signs)ને ગુરુ પૂર્ણિમા પર લાભ મળી શકે છે. આજે આપણે આ રાશી અંગે માહિતી મેળવશું.

મેષ રાશી (Aries)
ગુરુ પૂર્ણિમાં તમારા જીવનમાં ખુશી અને ઉલ્લાસ લાવનાર સાબિત થઈ શકે છે. આ દરમિયાન પરિવારના લોકો સાથે તમે સારો સમય પસાર કરી શકશો. આ સાથે જ ધાર્મિક આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ વધશે. આ રાશીના જાતકોને ધન લાભ મળી શકે છે. સ્વાસ્થમાં પણ સારું પરિવર્તન જોવા મળશે. વિદ્યાર્થીઓ વિદેશમાં જઈ અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને પણ સફળતા મળી શકે છે.

કન્યા રાશી (Virgo)
પારિવારીક સુખ અને કરિયરમાં ઉપલબ્ધિ તમને ગુરુ પૂર્ણિમા બાદ મળી શકે છે. માતાના સ્વાસ્થ સંબંધિત ચિંતા આ સમયમાં દૂર થશે. કેટલાક લોકો તેમના ઘર અથવા વાહન આ દરમિયાન ખરીદી શકે છે. વિદ્યાર્થીઓને ગુરુજનોનો સહયોગ પ્રાપ્ત થશે, જેથી અનેક સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે. આર્થિક સ્થિતિમાં પણ પરિવર્તન જોવા મળશે.

વૃશ્ચિક રાશી(Scorpio)
ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર તમારા ધન ઘરમાં રહેશે માટે આ રાશિના કેટલાક લોકોને આકસ્મિક આર્થિક લાભ થઈ શકે છે. તમને પૈતૃક સંપત્તિમાંથી પણ લાભ મળી શકે છે. કેટલાક લોકોના પરિવારમાં કોઈ ધાર્મિક કે શુભ પ્રસંગ હોઈ શકે છે.આ રાશિના કેટલાક લોકોને તેમના બાળકો તરફથી સારા સમાચાર મળવાની શક્યતા પણ છે. ઓફિસમાં તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારી કામ કરવાની રીતથી ખુશ થશે.

કુંભ રાશી (Aquarius)
કુંભ રાશીના લોકોની ઉર્જામાં વધારો થશે. તમે યોગ્ય સમયે યોગ્ય સ્થાને હશો જે નફાકારક પરિસ્થિતિનું નિર્માણ કરશે.આ સમયગાળા દરમિયાન મીડિયા અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને તેમના કાર્યની પ્રશંસા મળી શકે છે.તમારા બાકી રહેલા કામોને પણ ગતિ મળશે.મોટા ભાઈ-બહેનોનો સાથ અને સહકાર જીવનની ઘણી સમસ્યાનો અંત લાવી શકે છે. તમારા વ્યક્તિત્વમાં પણ ઘણા સારા ફેરફારો જોઈ શકાય છે.