- 3,880 મીટરની ઊંચાઈ પર સ્થિત ભગવાન શિવની ગુફા મંદિરની તીર્થયાત્રા 9 ઓગસ્ટના રોજ પૂરી થશે
Amarnath Yatra: જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)ના ઉપરાજ્યપાલ મનોજ સિંહા (Lieutenant Governor Manoj Sinha)એ જણાવ્યું હતું કે પ્રથમ છ દિવસમાં એક લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ (Pilgrims)એ અમરનાથ ગુફા (Amarnath Cave) મંદિરના દર્શન કર્યાં છે.
અનંતનાગ જિલ્લાના 48 કિમી લાંબા પરંપરાગત નુનવાન-પહલગામ માર્ગ તથા ગાંદરબલ જિલ્લાના 14 કિમી નાના પણ અતી દુર્ગમ બાલટાલ માર્ગથી ગત 3 જુલાઈના રોજ 38 દિવસની અમરનાથ યાત્રા (Amarnath Yatra) શરૂ થઈ હતી.
આસ્થાની આ યાત્રા પવિત્ર શ્રી અમરનાથ યાત્રાના પ્રથમ છ દિવસમાં શ્રદ્ધાળુઓની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે. અને આગામી દિવસોમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ વધે તેવી શક્યતા છે.
શિવના નારાથી ગુંજી ઉઠી ઘાટી
દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,880 મીટરની ઊંચાઈ પર સ્થિત ભગવાન શિવની ગુફા મંદિરની તીર્થયાત્રા 9 ઓગસ્ટના રોજ પૂરી થશે. આ વખતે મોટી સંખ્યામાં બાબા બર્ફાનીના દર્શન માટે લોકો આવી રહ્યા છે અને કાશ્મીર ઘાટી બમ-બમ ભોલેના નારાથી ગુંજી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા 3 જુલાઈ 2025થી શરૂ થઈ છે. અને 9 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો 2 જુલાઈના રોજ જમ્મુથી રવાના થયો હતો. અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.