Weight Loss Drugs: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) નિયમન વગરની વજન ઘટાડવા સાથે સંકળાયેલી દવાઓના ઉપયોગ અંગે અભ્યાસ કરવા માટે ટૂંક સમયમાં એક સમિતિની રચના કરી શકે છે. તાજેતરમાં દિલ્હી કોર્ટ તરફથી મળેલા આદેશને પગલે આ સમિતિની રચના કરવામાં આવશે. જુલાઈ મહિનાના મધ્યભાગ સુધીમાં આ સમિતિની રચના અંગે કામ શરૂ થઈ જશે.
આ સમિતિ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ના વડપણ હેઠળ બનાવવામાં આવે અને તેમાં ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ (DGHS) તથા ફાર્માસ્યુટીકલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે.
દિલ્હી હાઈકોર્ટે ગયા સપ્તાહે DCGIને ત્રણ મહિનામાં આ બાબત અંગે નિષ્ણાતો તથા સંબંધિત હિતધારકો સાથે ચર્ચા કરવા કહ્યું હતું. વજન ઘટનાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ડાયાબિટીસ સંબંધિત દવાઓના સંભવિત અનિયંત્રિત ઉપયોગની તપાસ કરવામાં આવશે.
કોર્ટે એક જાહેરહિતની અરજીને ધ્યાનમાં લઈ સંબંધિત પગલાં ભર્યાં હતા. જાહેરહિતની અરજીમાં અરજદારે મર્યાદિત સુરક્ષા ડેટા અને ભારત કેન્દ્રીત નિદાન સંબંધિત તપાસના અભાવ વચ્ચે પણ વજન નિયંત્રણ સંબંધમાં ઉપયોગમાં લેવામાં આવતી સેમાગ્લુટાઈડ, ટિરઝેપાઈડ અને લિરાગ્લુટાઈડ જેવી જવાઓના માર્કેટીંગને મંજૂરી આપવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.